Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાત ફૂટ લાંબો અજગર પકડી સુરક્ષિત રીતે જંગલમાં છોડાયો

  • June 30, 2021 

વઘઇના રાજેન્દ્રપુરમાં મહેશભાઈભાઈના ઘર નજીક અજગર જોવા મળતા ઘરના સભ્યોમાં અને આજુબાજુના ઘરોના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો જેને લઈને ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફર ટ્રસ્ટના વઘઇના નિશાંત મહાકાળને જાણ કરતા ટીમ રિયા ભોયે, સંકેત કુંવર, ભાવેશ કુંવર, સુનીલ બાગુલ સહિતના તમામ સભ્યો તાત્કાલિક પોંહચી અજગરને સુરક્ષિત પકડી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી દુરના જંગલમાં સુરક્ષિત રીતે છોડી મુકાયો હતો. જ્યારે અજગર પકડાતાં ઘરના તમામ સભ્યોએ હાશકારો અનુભવ્યો હતો. વધુમાં ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટ વઘઈ ટીમ દ્વારા જણાવાયું હતું કે, ઘાયલ પશુ પક્ષી હોય કે સાપ આપની ઘર પાસે નજરે પડે તો અમારો  હેલ્પલાઇન નંબર 9408188620 પર સંપર્ક કરવા જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application