ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં કુડકસ ગામ થઈ ગીરાદાબદર અને કોશીમપાતળ ગામને જોડતો મુખ્ય માર્ગ અંદાજે 5 કિ.મી અંતર ધરાવે છે. જોકે આ માર્ગ વર્ષોથી અત્યંત ખરાબ હાલતમાં ફેરવાઈ જતાં ગ્રામજનોએ માર્ગનું નવીનીકરણ કરવા અનેકવાર રજૂઆત કરી હતી, પરંતુ વહીવટ તંત્રએ ધ્યાને ન લેતા જેના પગલે ગ્રામજનોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ વિસ્તારમાંથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ તેમજ આ ખરાબ માર્ગનાં પગલે ઇમર્જન્સીનાં સમયે 108 એમ્બ્યુલન્સ સમયસર ગામમાં પહોંચી શકતી નથી.
જેથી ગામના સ્થાનિક આગેવાનોએ વારંવાર રાજકીય નેતાઓ અને સરકારી તંત્રને આ સમસ્યા અંગે રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ગીરાદાબરનાં ગ્રામજનોએ આવનાર વિધાનસભાની ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે. જ્યારે રાજકીય નેતાઓ ચૂંટણી વખતે વાયદાઓ આપીને જતા રહે છે, ત્યારબાદ નેતાઓ ગામમાં ફરકતા પણ નથી. જેથી આ વખતે ગ્રામજનો ભેગા મળીને નક્કી કર્યું કે, જ્યાં સુધી અમને પાકા રસ્તાની સુવિધા નહીં મળે ત્યાં સુધી અમે વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અને મતદાન કરીશું નહીં તેઓ નિર્ણય લીધો છે અને જે અંગે ગામના આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ગ્રામજનોએ વઘઇનાં મામલતદારને આવેદનપત્ર આપી આવનાર વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application