ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ મથકનાં ઇન્ચાર્જ પી.એસ.આઇ. એમ.બી.ઝાલા અને સ્ટાફ દ્વારા સાપુતારા પોલીસ મથક વિસ્તારમાં પોલીસકર્મી દ્વારા ગેર વર્તણૂક કરવામાં આવે તો તે અંગે ફરિયાદ કઈ રીતે કરવી તે બાબતે માહિતી પૂરી પાડતા બેનરો તથા પેમ્પલેટ લગાવવામાં આવ્યા હતા અને લોકોને તે અંગે સમજ પણ આપવામાં આવી હતી. સાપુતારા પોલીસ મથક વિસ્તારમાં પોલીસ વર્તણુક વિરુદ્ધ ફરિયાદ નોંધાવા તેમજ પોલીસની મદદ માટે 100/112 નંબર અંગે જાણકારી આપવામાં આવી હતી તેમજ કોઈપણ પોલીસ કર્મચારી કે હોમગાર્ડ/જી.આર.ડી. દ્વારા લાંચ રૂશ્વતની માંગણી કરવામાં આવે તો એ.સી.બી. હેલ્પલાઇન નંબર 1064 ઉપર સંપર્ક કરવા માટે પોલીસ દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી બેનરો તથા પેમ્પલેટ લગાવવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application