Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શામગહાન ખાતે ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો

  • May 03, 2021 

વઘઈ સાપુતારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર શામગહાન ખાતે ટ્રકચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રક માર્ગ સાઇડે આવેલ ઘરમાં ઘૂસી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ ટ્રક અકસ્માતમાં પરિવારનો બચાવ થયો હતો.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શામગહાન ખાતે એક ટ્રક ચાલકે મળશકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બેકાબુ બનેલ પાર્સિંગ વગરની ટ્રક શામગહાનથી પુરઝડપે પસાર થઈ રહી હતી. તે સમયે ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રક રાજુભાઈ ઢીમ્મરના મકાનના આગળના ભાગે ધડાકાભેર ઘૂસી ગઇ હતી. જેથી મકાનની દિવાલ સહિત મકાન માલીકની ટાવેરા ગાડી અને ટુ વ્હીલરને ભારે નુકસાન થયું હતું.

 

 

 

 

 

આ અકસ્માત થતાં આસપાસના લોકો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. આ ઘટના બની ત્યારે પરિવારજનો ઘરમાં હાજર હોવા છતાં દુઘટર્નાથી કોઇ જાનહાનિ ન થતા લોકોએ ચમત્કારિક બચાવ માન્યો હતો જ્યારે આ ઘટનાને પગલે ટ્રક ચાલક સ્થળ પરથી નાસી છુટ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application