Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ : ચૂંટણીની જાહેરાત સાથે જિલ્લા વહીવટી તંત્રએ કામગીરી શરૂ કરી, ઉચ્ચાધિકારીઓએ આપ્યુ માર્ગદર્શન

  • November 04, 2022 

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે જ, ૧૭૩-ડાંગ (અ.જ.જા) વિધાનસભા મતદાર મંડળની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ થઈ ગયુ છે. જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટર ધર્મેન્દ્રસિંહજી જાડેજાની અધ્યક્ષતામા યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમા ૧૭૩-ડાંગ (અ.જ.જા) વિધાનસભા મતદાર મંડળમા આદર્શ આચાર સંહિતના અમલ માટે જિલ્લા વહીવટી તંત્રે કટિબદ્ધતા વ્યક્ત કરી છે.




જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટરએ ચૂંટણીની જાહેરાત સાથે જ અમલી બનતી આચાર સંહિતાનુ જિલ્લામા ઉલ્લંઘન ન થાય તેની તકેદારી સાથે બદલી, બઢતી, નિમણૂક ઉપર રોક લાગવા સાથે કર્મચારી/અધિકારીઓની રજા મંજૂર નહીં કરી શકાય તેમ જણાવ્યુ હતુ. કલેકટરે જિલ્લા અધિકારીઓને તેમનુ કાર્યમથક નહીં છોડવાની સૂચના આપવા સાથે ચૂંટણી કામગીરી માટે નિયત કરાયેલી વિવિધ સમિતિઓ, સ્કવોડ, ચેકપોસ્ટ પણ કાર્યરત કરવાની કાર્યવાહી હાથ ધરવાની હિમાયત કરી હતી.




ચૂંટણી પંચ દ્વારા નિયત કાર્યક્રમ અનુસાર પ્રથમ ચરણમા એટ્લે કે તા.૧લી ડિસેમ્બરે ૧૭૩-ડાંગ (અ.જ.જા) વિધાનસભા મતદાર મંડળની યોજાનારી ચૂંટણી સંપૂર્ણ પારદર્શક, નિષ્પક્ષ, અને ન્યાયી વાતાવરણમા યોજાઇ તે સુનિશ્ચિત કરવાની પણ જિલ્લા ચૂંટણી અધિકારી જાડેજાએ તાકીદ કરી હતી. દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી-વ-ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસર ડો.વિપિન ગર્ગએ જિલ્લા, તાલુકા તથા ગ્રામ્ય સ્તરની સરકારી કચેરીઓમા પણ આદર્શ આચાર સંહિતના અમલીકરણ અંગે સૂક્ષ્મ જાણકારી આપી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજાએ ચૂંટણીલક્ષી કામગીરીમા જરૂર પડ્યે પોલીસ અધિકારીઓનો સહયોગ મેળવવાની અપીલ કરી હતી. જાડેજાએ ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ફેક ન્યૂઝ સહિત ફોર્વર્ડેડ મેસેજના કિસ્સામા સૌને તકેદારી સાથે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવાની હિમાયત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application