વન પ્રદેશ ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવાથી વઘઇને જોડતા રાજ્ય ઘોરીમાર્ગમાં મુલચોનડ આહવા વચ્ચે દીપડીનો પરિવાર સાથેનો લટાર મારતો વીડિયો સામે આવ્યો છે. દીપડીનો વીડિયો સોશિયલમીડિયામાં વાયુવેગે પ્રસરી જતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરવામાં આવી હતી .
ડાંગ જિલ્લો વન અને વન્ય પ્રાણીઓ માટે પ્રખ્યાત છે. ડાંગ જિલ્લામાંથી વાઘતો નામશેષ થઈ ગયા છે. ડાંગ જિલ્લાનાં જંગલોમાં દીપડાઓ ખાશ કરીને ખોરાક માટે હરતા-ફરતા નજરે પડતાં હોય છે. ડાંગ જિલ્લાનાં આહવા વધઈ મુખ્ય માર્ગ ઉપર આહવા મુલચોનડ વચ્ચે દીપડી સહપરિવાર સાથે શિકારની શોધમાં લટાર મારી રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આહવા મુલચોનડ માર્ગનાં ઘનઘોર જંગલમાં રાતનાં સમયે દીપડી ખોરાકની શોધમાં પોતાના બચ્યાં સાથે રસ્તા નજીકથી પસાર થતા એક વાહન ચાલકનાં મોબાઈલનાં કેમેરામાં કેદ થઈ છે.
ડાંગ જિલ્લાનાં જંગલોમાં હજુ પણ વન્ય પ્રાણીઓ નિર્ભયપણે ફરતા હોવાનું દ્રષ્ટાંત અહી જોવા મળ્યું છે. ડાંગ જિલ્લામાં દીપડા અને દિપડીઓ નિર્ભયપણે ફરી રહ્યાનો આ વીડિયો વાયુવેગે સોસિયલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. (વનરાજ પવાર દ્વારા આહવા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500