Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માલેગામ ઘાટ માર્ગમાં ટ્રકની બ્રેક ફેઇલ થઇ જતા જીપ સાથે અકસ્માત સર્જાયો

  • July 02, 2021 

વઘઇ સાપુતારા રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર માલેગાંવ ઘાટ માર્ગમાં અવર-નવર અકસ્માતો સરજાતા હોય છે. ત્યારે માલેગામ ઘાટ માર્ગમાં વહેલી સવારે મહારાષ્ટ્ર તરફથી આવતી ટ્રકની બ્રેક માલેગાંવ ઘાટ માર્ગમાં ફેઇલ થઇ જતા ડાંગના ગુંદિયા ગામની જીપ સામેથી આવતી હોય સાપુતારા તરફથી આવતા ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બેકાબુ બનેલ ટ્રકનો જીપ સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને જીપનો ગંભીર અકસ્માત સર્જાતા અફરાતફરી મચી જવા પામી હતી. જીપમાં સવાર તમામ પેસેન્જરો ગોટીયામાળના હોવાનું જાણવા મળ્યું હતું.

 

 

 

 

આ અકસ્માતના બનાવને લઈને તમામને સારવાર માટે શામગહાન સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતાં જ્યાં 4 પેસેન્જરોની હાલત ગંભીર જણાતા આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયારે ટ્રક ચાલકોનો આ અકસ્માતમાં બચાવ થયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application