Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ : લશ્કરિયા ગામે આહવાથી કપચી ખાલી કરી સોનગઢ જતાં ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો

  • June 26, 2023 

ડાંગનાં લશ્કરિયા ગામે આહવાથી સોનગઢ જતું ડમ્પર પુલ પરથી નીચે પડતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં ચાલકને ગંભીર ઈજા થઈ હતી. જેને સિવિલમાં રિફર કરતા તેનું રસ્તામાં મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, આહવા તાલુકાનાં લશ્કરિયા ગામે આહવાથી કપચી ખાલી કરી સોનગઢ જતા ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતાં ડમ્પર પુલ પરથી નીચે પડ્યું હતું. આ અક્માતમાં ચાલક રાહુલભાઈ ગામીત અને ડમ્પરમાં સવાર અન્ય એક જણાને ગ્રામજનોએ મહામુસીબતે બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સમાં તેઓને આહવા સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા.



જ્યાંથી રાહુલભાઈ ગામીતને સારવારની વધુ જરૂરિયાત જણાતા તેને વ્યારા સિવિલ હોસ્પિટલમાં લઈ જતા હતા. તે દરમિયાન તેનું રસ્તામાં મોત નિપજ્યું હતું. જ્યારે ગિરિમથક સાપુતારાનાં ઘાટમાં વઘઈથી નાશિક તરફ જતી ઓઇલની ટેન્કરને સાપુતારા-માલેગામ ઘાટમાં અકસ્માત નડતાં ઓઇલ ટેન્કર પલ્ટી જતાં નેશનલ હાઇવે ઉપર સમગ્ર ઓઇલ ઢોળાય જતા ઓઇલના કારણે વધુ અક્સ્માત ના સર્જાય એ માટે માર્ગને બંધ કરવો પડ્યો હતો. જયારે માર્ગ બંધ કરી ઢોળાયેલા ઓઇલને દૂર કરવા માટે તેના ઉપર માટી નાખવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application