Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ : માલેગામનાં ઘાટ માર્ગનાં રેસ્ટ હાઉસનાં વળાંકમાં આઈસર ટેમ્પોએ ત્રણ વાહનોને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો

  • August 17, 2023 

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગનાં માલેગામ ઘાટ માર્ગનાં રેસ્ટ હાઉસનાં વળાંકમાં આઈસર ટેમ્પોએ ત્રણ વાહનોને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતા. જોકે મહિન્દ્રા કલબ હતગઢ (મહારાષ્ટ્ર)માં કામ કરતો યુવક સંદીપ તુળસીરામભાઈ ભોય (રહે.શામગહાન, તા.આહવા જિ.ડાંગ) જેઓ બાઇક નંબર GJ/30/B/1059 લઈ ઘરે પરત ફરી રહ્યો હતો. તે સમયે સંદીપ સાપુતારાનો ઘાટ ઉતરતો હતો ત્યારે માલેગામ રેસ્ટ હાઉસનાં વળાંકની ઉપરના ભાગે ગાડીઓ ટ્રાફિકનાં કારણે ઉભી હતી. જેથી સંદીપભાઈ ભોયેએ પણ ફોર વ્હીલ ગાડીઓની પાછળ પોતાની બાઇક ઉભી રાખી હતી.



તે દરમિયાન તેમની ગાડી પાછળ કીયા ગાડી નંબર GJ/36/R/8425 ઉભી હતી અને તેની પાછળ બોલરો જીપ નંબર GJ/30/A/0051 પણ લાઇનમાં ઉભી હતી. તે વખતે સાપુતારા તરફથી આઇસર ટેમ્પો નંબર MH/19/CY/9327નાં ચાલકે બોલેરો જીપ ગાડીને પાછળથી અથડાવી દેતા બોલેરો જીપ કીયા ગાડીને પાછળથી ટક્કર મારતા કીયા ગાડીએ સંદીપની બાઇકને પાછળથી ટક્કર મારી દીધી હતી. જેમાં સંદીપને મૂઢ ઇજા પહોંચી હતી અને બાઇકને નુકસાન થયું હતું. જોકે ટેમ્પો ચાલકને ત્યા ઉભો રાખેલો પરંતુ ટ્રાફિક હોવાથી ટેમ્પો ચાલકે કહ્યું હતું કે, ‘હું મારી ગાડી નીચે સાઇડમાં રાખુ છું તેમ કહી ત્યાંથી ભાગી ગયો હતો. બીજી ઉભી રહેલી ફોર વ્હીલ ગાડીઓ પણ ત્યાંથી જતી રહી હતી. બનાવ અંગે સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application