ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાનાં ટેબલ પોઈન્ટ ઉપર રવિવારનાં રોજ મોડી સાંજે પ્રવાસીઓ સનસેટ નિહાળીને નીચે ઉતરતા હતા તે સમયે મીની ટેમ્પો ટ્રાવેલર વાહન ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બેકાબુ બનેલ મીની ટેમ્પો ટ્રાવેલર રોપ-વેના કેબિનમાં ઘુસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જોકે ટ્રાવેલરમાં મહારાષ્ટ્રનાં પ્રવાસીઓ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે આ અકસ્માતમાં રોપ-વે કેબિનનાં વોચમેન સહિત રોપ-વેના કર્મચારીને ગંભીર ઈજાઓ પહોંચતાં 108 દ્વારા વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટના સ્થળે સાપુતારા પોલીસ પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application