ડાંગ જિલ્લાનાં સાપુતારા-વધઈ માર્ગ પર બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક યુવક બાઈક સાથે 20 ફૂટ સુધી ઘસડાયો હતો. જોકે બંને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હોવા છતાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી જયારે આ અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. બનાવની વિગત એવી છે કે, ડાંગનાં સાપુતારા-વઘઈ માર્ગ પર શામગહાન ગામ પાસે અકસ્માતની ઘટના બની હતી જેમાં એક બાઈક સવાર જ્યારે ડિવાઈડર પાસેથી ટર્ન લઈ રહ્યો હતો તે સમયે પાછળથી આવેલા અન્ય બાઈક ચાલકે એને જોરદાર ટક્કર મારી હતી જેથી બાઈક પર સવાર બંને યુવકો ઘટના સ્થળે પડી ગયા હતા. જે બાઈક ચાલકે ટક્કર મારી હતી તેની પાછલ બેસેલો એક યુવક નીચે પટકાયો હતો અને બાઈકની સાથે 20 ફૂટ સુધી ઘસડાયો હતો. આંખના પલકાલામાં સર્જાયેલા જોરદાર અકસ્માતની ઘટનામાં સદનસીબે જાનહાનિ થતાં અટકી હતી. એક બાઈક પરથી બે યુવક પટકાયા હતા તો એક બાઈક પરથી પટકાયેલો યુવક ઘસડાયો હતો. જોકે કોઈને ગંભીર ઈજા ના થઈ હોવાનું જાણવા મળ્યું હતું અને આ અકસ્માતની ઘટનામાં મોટું નુકસાન ના થયું હોઈ બંને બાઈક સવારોએ પોલીસ ફરિયાદ કરવાનું પણ ટાળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application