Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાપુતારાથી શામગહાનને સાંકળતા માર્ગ ઉપર બે ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો

  • July 01, 2021 

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટ માર્ગમાં એક સ્થળે કોબીજનો જથ્થો ભરેલ આઈસર ટેમ્પો પલ્ટી ગયો હતો. જ્યારે બીજા સ્થળે ચોખાનો જથ્થો ભરેલ આઈસર ટેમ્પો માર્ગની સાઈડનાં ભેખડ સાથે ભટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નાસિક તરફથી કોબીજનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરી માર્ગનાં માલેગામ ઘાટ માર્ગનાં વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ આઈસર ટેમ્પો માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

 

 

 

 

આ બનાવમાં આઈસર ટેમ્પો સહીત કોબીજનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે. જ્યારે બીજા બનાવમાં મહારાષ્ટ્રનાં સટાનાથી ચોખાનો જથ્થો ભરી નવસારી તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો નંબર એમએચ/18/બીજી/ 1222 જેનો પણ માલેગામ ઘાટમાર્ગમાં ચાલક દ્વારા સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટેમ્પો માર્ગની સાઈડનાં ભેખડ સાથે ભટકાતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં આઈસર ટેમ્પાનાં ક્લીનર સાઈડ મોટુ નુકસાન થયુ હતુ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application