Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાપુતારામાં પેટ્રોલ પંપ નજીક ટેમ્પો અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો

  • November 14, 2021 

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાનાં પેટ્રોલ પંપ નજીક આઈસર ટેમ્પો ચાલકે એક્ટિવા સવારોને અડફેટમાં લેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગતરોજ મોડી સાંજે સુરત તરફથી નાસિક તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો નંબર જીજે/07/વાયઝેડ/9334ને સાપુતારા પેટ્રોલ પંપ નજીક એક્ટિવા નંબર જીજે/30/બી/5633 પર સવાર ચાલક સહિત મહિલાને અડફેટમાં લેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત થયો હતો. જોકે આ અકસ્માતમાં એક્ટિવા ચાલક અને મહિલાને ગંભીર ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે સાપુતારા પીએચસીમાં ખસેડવાની કામગીરી ધરાઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application