ડાંગ જિલ્લાનાં ગીરીમથક સાપુતારામા આવેલ નોટિફાઇડ એરિયા કચેરી દ્વારા માલેગાવ નાકા તથા નાસિક રોડ નાકા પરથી પસાર થતા વાહન ધારકોને જણાવવામા આવ્યુ છે કે, ચાલુ ચોમાસાની ઋતુ દરમ્યાન થયેલ ભારે વરસાદના કારણે માલેગાંવ ઘાટ માર્ગના રસ્તાને ઘણા નુકશાન થયેલ હોવાથી પસાર થતા ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે. આ ઉપરાંત સાપુતારા ખાતે આવતા નાના વાહનોની સંખ્યામા પણ ઘટાડો થયો છે. નોટિફાઇડ એરિયા કચેરી, સાપુતારા હસ્તકના માલેગાંવ નાકા તથા નાસિક રોડ પરથી પસાર થતા વાહનોની સંખ્યામા ઘટાડો થયેલ હોવાથી ઇજાદારશ્રીને આર્થિક નુકશાન થયુ છે.
જોકે ઇજાદારશ્રીને થયેલ નુક્શાનને ધ્યાનમા લઈ તા.03/08/2022નાં રાત્રિના 12:00 કલાકેથી તા.02/09/2022નાં 23:59 કલાક સુધી ઇજાદારશ્રીને પ્રવેશ કર (ટોલટેક્ષ) વસુલવામાંથી મુક્તિ આપવામાં આવેલ હોવાથી તા.03/08/2022નાં રાત્રિના 12:00 કલાકેથી તા.02/09/2022નાં 23:59 કલાક દરમિયાન નોટિફાઇડ એરિયા કચેરી, સાપુતારા હસ્તકના માલેગાંવ નાકા તથા નાસિક રોડ પરથી પસાર થતા તમામ વાહન ધારકોને પ્રવેશ કર (ટોલટેક્ષ) આપવામાંથી મુક્તિ આપવામા આવેલ હોવાથી બન્ને નાકા પરથી પસાર થતા વાહન ધારકોને કોઈપણ પ્રકારનો પ્રવેશ કર (ટોલટેક્ષ) આપવાનો રહેતો નથી જેની નોંધ લેવા સાપુતાર નોટીફાઇડ કચેરી દ્વારા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application