મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવનાર તમામ લોકોના RTPCR રિપોર્ટ ફરજિયાત હોય આ નિયમ મુજબ અમદાવાદ થી બેંગ્લોર ગયેલ 200થી વધુ જીએનએમના વિદ્યાર્થીઓને અટકાવવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓની હાલ અમદાવાદમાં જરૂર હોય ડાંગ વહીવટી તંત્રએ તાત્કાલિક સ્થળ ઉપર એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો.
દેશમાં કોરોનાની બીજી લહેર ખુબજ ઘાતક પુરવાર થઇ રહી છે તેમાં પણ મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ આવતા સરકારે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા તમામ લોકોના ફરજિયાત RTPCR રિપોર્ટ ચેક કર્યા બાદ ગુજરાતમાં પ્રવેશ આપવાના આદેશ કર્યા હતા.
સરકારના આ નિયમને લઈને અમદાવાદના 200થી વધુ નર્સિંગ વિદ્યાર્થીઓને સાપુતારા ખાતેની બોર્ડર ઉપર અટકાવવામાં આવ્યા હતા. આ તમામ નર્સિંગના વિદ્યાર્થીઓ બેંગ્લોર ખાતે જનરલ નર્સિંગ મિડવાઈફરીની પરીક્ષા આપવા ગયેલ વિદ્યાર્થીઓ હતા. જેઓ પરીક્ષા આપીને પરત ફરતા મહારાષ્ટ્ર-ગુજરાતની સાપુતારા બોર્ડર ઉપર અટકવામાં આવ્યા હતા.
જોકે, હાલ આ નર્સિંગના વિદ્યાર્થીઓની અમદાવાદ ખાતે ખાસ જરૂર હોય તેમને વધુ રોકી ન રાખવા યોગ્ય ન હોય આ બાબતની જાણ ડાંગ જીલ્લા કલેકટરને થતાં કલેકટર તાત્કાલિક ધોરણે આરોગ્ય અધિકારીને સૂચના આપી હતી. કલકેટરની સૂચના મુજબ આરોગ્ય અધિકારીએ સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફને બોર્ડર ઉપર મોકલી સ્થળ ઉપર એન્ટીજન ટેસ્ટ કરાવી રિપોર્ટ અધિકારીને આપ્યો હતો. જેમાં તમામ 200થી વધુ વિદ્યાર્થીઓનો નેગેટિવ રિપોર્ટ આવતા તેઓને અમદાવાદ રવાના કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500