ડાંગ જિલ્લાનાં શામગહાન ગામ નજીક આઈ-20 કાર રસ્તાની સાઈડનાં ખાડામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. ગિરિમથક સાપુતારા તરફથી વ્યારા તરફ આવી રહેલ આઈ-20 કાર નંબર જીજે/15/સીએફ/3373 સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરી માર્ગનાં શામગહાન ગામ નજીક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર રસ્તાની સાઈડના ખાડામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારણે મોટું નુકશાન થયું હતું. જયારે કારમાં સવાર તમામનો ચમત્કારી બચાવ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application