Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રકની બ્રેક ફેલ થતા સર્જાયો અકસ્માત, ચાલક અને કલીનરને સામાન્ય ઈજા

  • September 12, 2021 

ડાંગના ગિરિમથક સાપુતારાથી માલેગામ ઘાટ માર્ગમાં અકસમાતનો સિલસિલો ચાલુ જ હોય છે અને ફરી પાછો એક નવો અકસ્માત સર્જાયો છે જેમાં પુણેથી જામફળનો જથ્થો ભરી વડોદરા જતી ટ્રકની એકાએક બ્રેક ફેલ થઈ જતા બેકાબુ બનતી ટ્રક માર્ગના સાઇડે પલટી જતા ટ્રક ઊંડી ખીણમાં જતી અટકી હતી. જોકે, ટ્રકમાં મુકેલ જામફળનો જથ્થો ખીણમાં વેરવિખર થતા ટ્રક માલિક સહિત ખેડૂત તેમજ વેપારીને આર્થિક નુકસાની વેઠવાની નોબત ઉભી થવા પામી હતી. જયારે આ અકસ્માતમાં ચાલક અને કલીનરને સામાન્ય ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ સાપુતારા પોલીસે જીઆરડી જવાનોને બંદોબસ્તમાં ગોઠવી દીધા હતા. બનાવ અંગે સાપુતારા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application