Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક ચાલકને ઈજા

  • May 15, 2022 

સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગ પર બારીપાડા ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. કાર ચાલકે બાઈક સવારોને અડફેટમાં લેતા ચાલકને ઈજા પહોંચી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી તરફ જઈ રહેલી કારના ચાલકે સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજ્ય ધોરીમાર્ગ પર બારીપાડા ગામ નજીક શિવારીમાળ ગામનાં યુવાનોની બાઈકને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.



જોકે આ અકસ્માતના બનાવમાં બાઈક ચાલકને પગનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેને તાત્કાલીક સારવાર અર્થે 108ની મદદથી શામગહાન સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. સાપુતારા ઘાટ પાસેના વિસ્તારમાં અકસ્માતોની સંખ્યામાં હાલ વધારો થયો છે. જોકે ઘાટ ચઢતા ઉતરતા અકસ્માત અવારનવાર સર્જાતા રહેતા હોય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application