ડાંગનાં આહવા તાલુકાનાં ગુદીયા ગામનાં એક યુવકને ગામનાં એક શખ્સ અને તેની બે પુત્રએ મોબાઇલની ચોરી કરી હોવાની શંકા રાખી મારમારતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આહવા તાલુકાનાં ગુદીયા ગામે રહેતો કિરણ સોમાભાઈ મોરે (ઉ.વ.28) નાને શનિવારે ગામમાં જ રહેતા પરશુભાઈ શિવરામભાઈ પવાર અને તેના બે પુત્ર સૂરજ અને નિતેશે કિરણ પર મોબાઈલ ચોરીનો આરોપ મૂકી બપોરે 12 વાગ્યે લાકડાથી તેમજ ઢીકા મૂકીને ખૂબ જ મારમાર્યો હતો.
જેથી તેને મોઢાનાં ભાગે અને પેટમાં બીજાઓ થઈ હતી પરિવારે સામાન્ય ઈજા સમજી કિરણની સારવાર કે પોલીસને જાણ કરી ન હતી.જોકે રવિવારે સવારે કિરણનાં નાકમાંથી લોહી નીકળ્યું અને પેટમાં દુખાવો પડતા તેને 108 એમ્બ્યુલન્સમાં પ્રથમ શામગહાન ખાતે સારવાર માટે લઈ જવાતા ત્યાં પ્રાથમિક સારવાર આપી હતી.
ત્યારબાદ આહવા સિવિલમાં રિફર કર્યો હતો ત્યાંથી પણ વલસાડ સિવિલમાં સારવાર માટે લઈ જવા જણાવાતા પરિવારજનો વાંસદા ખાનગી હોસ્પિટલમાં લઈ જવા નીકળ્યા હતા. તે દરમિયાન તેઓ વઘઈ પહોંચતા કિરણની તબિયત વધુ લથડી હતી અને તેને વઘઈ સરકારી દવાખાને લઈ જવાતા ત્યાંના હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
જોકે મૃતકના પિતા સોમાભાઈ મોરે (ઉ.વ.52) ને સાપુતારા પોલીસ મથકે તેના પુત્રને મારમારી મોત નીપજાવા બદલ પરશુભાઇ અને તેના બે પુત્ર સૂરજ અને નિતેશ વિરોધ ગુનો નોંધાવતા સાપુતારા પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500