વાંસદા તાલુકાનાં સિંગાડ ગામની યુવતીએ અગમ્ય કારણસર ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સિંગાડ ગામના ભવાની ફળિયામાં રહેતી 22 વર્ષીય યુવતી તૃપ્તિબેન પંકજભાઈ પટેલ એ ઘર વાળા બધા સાર કાપવા ગયા હતા અને એ સવારે 9 થી 11.30 કલાક દરમિયાન ઘરે એકલી હતી.
તે સમય દરમિયાન પોતાના ઘરમાં જ સાડી વડે ફાંસો ખાઈ લીધો હતો. ત્યારબાદ આસપાસના લોકોને ખબર પડતા પોલીસને જાણ કરી હતી અને યુવતીને વાંસદા કોટેજ હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડી હતી. જેની જાણ વિણાબેન પંકજભાઈ પટેલએ પોલીસે મથકે કરતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application