સાપુતારાના ગલકુંડ ગામમાં અને શામગહાનના તળેટી વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો જેમાં ઠેર-ઠેર ઝાડ તૂટી પડવાની ઘટનાઓ બની હતી. ગલકુંડ ગામે પણ ઝાડ તૂટી પડવાથી એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગલકુંડ ગામ વચ્ચેના સર્કલ પર આવેલ ગેરેજ પર સાત જેટલી મોટરસાયકલ ઉભી હતી, જ્યાં એક યુવક નીતિન મહાલે (રહે.હુંબાપાડા, તા.આહવા) જે પોતાની બાઇકમાં હવા પુરાવતો હતો.
તે દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડતાં મોટું વૃક્ષ ધડાકા સાથે તૂટી પડયું હતું, જેમાં આ યુવક ઝાડ નીચે દબાઈ જતા ગંભીર ઇજાઓ થઇ હતી, જેને સ્થાનિક લોકોએ પ્રાથમિક સારવાર આપી હતી, ત્યારબાદ 108ની મદદથી તેને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500