Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાઈકમાં ચોરખાનું બનાવી દારૂનું વહન કરનાર યુવક ઝડપાયો

  • November 15, 2021 

વઘઈ પોલીસ સ્ટાફના માણસો વઘઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, કાલીબેલ ગોદડીયા ગામ તરફથી કાળા કલરની પેશન બાઈક નંબર જીજે/21/એએફ/2578નો ચાલક ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ કોશમાળ ગામ તરફથી આવી રહતો છે જે બાતમીના આધારે પોલીસની ટીમે કોશમાળ ગામ આગળ જાહેર રસ્તા પર વોચ ગોઠવી હતી.

 

 

 

 

 

 

તે દરમિયાન બાતમીવાળી બાઈક આવતા જોઈ ઉભી રાખી તપાસ હાથ ધરતા બાઈકની સીટ નીચે બનાવેલ ચોર ખાનામાંથી તથા પેટ્રોલ ટાંકીમાં બનાવેલ ખાનામાંથી દેશી દારૂ ટેંગો પંચ મહારાષ્ટ્ર બનાવટની 45 બોટલ તથા દેશી દારૂ ટેંગો પંચ મહારાષ્ટ્ર બનાવટની પ્લાસ્ટિકની બોટલ નંગ 113 તેમજ તેની અંગઝડતી દરમિયાન પહેરેલ જેકેટ ખોલી જોતા શરીરે સેલોટેપથી વિંટાળેલ દેશી દારુ ટેંગો પંચ મહારાષ્ટ્ર બનાવટની પ્લાસ્ટિકની બોટલ નંગ 24 મળી કુલ બોટલો 182 નંગ મળી આવી હતી જેની કીંમત રૂપિયા 10,920/- તથા બાઈકની કિંમત 20 હજાર મળી કુલ રૂપિયા 30,920/-નો મુદ્દામાલ કબ્જે કરી બાઈક ચાલક હરિન્દ્ર પટેલ (ઉ.વ.25, રહે.સિણધઇ) નાની ઘરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application