વાંસદા તાલુકાના ચોઢા ગામે રસ્તા પરથી સાગી ચોરસા ભરેલી પીકઅપ વાન ઝડપાઈ હતી. વાંસદા રેન્જ વન વિભાગના આર.એફ.ઓ જે.ડી.રાઠોડ સહિત વનકર્મીઓ રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ધરમપુર તાલુકાના ભવાડા ગામ તરફથી ચોઢા ગામ તરફ આવતા રસ્તા પર ફોરેસ્ટ ટીમ પેટ્રોલિંગમાં જ હતી કે તે દરમિયાન જીજે/16/એક્ષ/3959 નંબરની વાનના ચાલકે થોડે દુર ઉભા રહી પેટ્રોલિંગ ટીમને જોઈ લીધી હતી અને ત્યારબાદ વાન ચાલક સ્થળ પર જ વાન મૂકી અંધારાનો લાભ ઉઠાવી ભાગી ગયો હતો.
ત્યારબાદ આર.એફ.ઓ. જે.ડી.રાઠોડ તેમજ તેમની ટીમનું વાન પર ધ્યાન જતા વાનની તપાસ કરતા વાનમાંથી ૫૦ હજારની કીંમતના ૧૭ નંગ સાગી લાકડાના ચોરસા મળી આવતા પક્ષિમ રેન્જ વન વિભાગની ટીમે ૦.૯૩૭ ઘનમીટર સાગી ચોરસા અને ૧.૫૦ લાખની પીકઅપ વાન ઝડપી કબ્જે કરી લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application