કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા ડાંગ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ વિશે જાગૃત થાય અને પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ અપનાવતા થાય તેના માટે સુબિર તાલુકાના સાજુપાડા ગામમા ગત તા.૫/૧/૨૦૨૪ અને ૬/૧/૨૦૨૪ના રોજ બે દિવસીય પ્રાકુતિક કૃષિ પધ્ધતિ અંતર્ગત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના બાગાયત વિષયના વૈજ્ઞાનિક દ્વારા પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોનું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
તથા બીજામૃત, જીવામૃત, આચ્છાદન, વાફસા અને જંતુનાશક અસ્ત્રો વિશે ખૂબ જ ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમ દરમિયાન વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક કૃષિમાં ઉપયોગમા લેવાતા જીવામૃત, ઘનજીવામૃત, અગ્નીસ્ત્ર અને અન્ય વિવિધ પ્રાકૃતિક ખેતીની બનાવટો વિશે પ્રત્યક્ષ નિદર્શન પણ આયોજિત કરવામા આવ્યુ હતુ. આ તાલીમ કાર્યક્રમમાં સુબીર તાલુકાના સાજુપાડા ગામના ૪૨થી વધુ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અહિં ઉપસ્થિત તમામ ખેડુતોએ સરકારશ્રીની પ્રાકૃતિક કૃષિની ઝુંબેશને આગળ ધપાવવા તથા પ્રાકૃતિક કૃષિ અપનાવવાનો સંકલ્પ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500