વાંસદા ધરમપુર રોડ આવેલ અંકલાછ ગામે દમણથી પરત થતા પાંચ મિત્રોની કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં વનખાતા અને 108ના ડ્રાઈવર સહીત ત્રણના મોત થાય ને બેને ઈજા થઈ હતી.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર વાંસદા તાલુકાના નવતાડ ગામે ડેરી ફળિયામાં રહેતા કિરણ બાબુભાઈ પટેલ તેમણી સ્વીફ્ટ કાર નંબર જીજે/21/એમ/5490મા ચેતન મગનભાઈ પટેલ(રહે.કપડવંજ), જયેશ શંકરભાઈ પટેલ(કપડવંજ), અશ્વિન અશોકભાઈ પટેલ(રહે.નવતાડ), અને કુંદન દિનેશભાઈ પટેલ(રહે.નવતાડ) તીથલ દરિયા કિનારે ફરવા ગયા હતા. ત્યાંથી તેઓ 108માં ડ્રાઈવીંગ કરતા તેમના મિત્રને મળવા દમણ ગયા હતા.
જયારે તેઓ રાત્રે પરત આવી રહ્યા હતા ત્યારે અચાનક ચેતન પટેલે કારને વાંસદા ધરમપુર રોડ પર અંકલાછ ગામે વણજારવાડી પાસે રોંગ સાઈડે હંકારતા ટ્રક નંબર એમએચ/40/એકે/1519 સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે કારમાં સવાર પાંચેય મિત્રોને ગંભીર ઈજા થઈ હતી. જેમાં 108 એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે કામ કરતો ચેતન પટેલ અને વનખાતામાં કામ કરતો અશ્વિન પટેલનું ઘટના સ્થળે જ મોત થયું હતું જયારે જયેશ પટેલને સારવાર માટે લઈ જતા સારવાર મળે તે પહેલા મોત થયું હતું. કિરણ પટેલ અને કુંદન પટેલ સારવાર હેઠળ છે. આ બનાવ અંગે પોલીસએ વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500