Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વઘઈનાં કમલખેત ગામે રહેતા ઈસમનું બાઈક અકસ્માતમાં મોત

  • May 26, 2021 

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં કલમખેત ગામે રહેતા બસ્તરભાઈ જાનુભાઈ માંછી અને તેમના પત્ની મંગીબેન ખાપરી મરણ પ્રસંગે ગયા હતા અને તેઓ ખાપરી ગામના નરેશભાઈ સોનુભાઈની ફેશન પ્રો-બાઈક નંબર જીજે/30/બી/8827 પર બેસી તેમના ઘરે પરત આવી રહતા હતા.

 

 

 

 

તે સમય દરમિયાન વઘઈ તાલુકાના ગોદડીયા ગામ પાસેના પુલના વળાંક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે હીરો ગ્લેમર બાઈક નંબર જીજે/30/બી/0114ના ચાલકે તેમણી બાઈકને અડફેટે લેતા તમામને નાની-મોટી ઈજા થઈ હતી. પરંતુ બસ્તરભાઈને ગંભીર ઈજા થતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે વઘઈ પોલીસ મથકે નિતિન માંછીએ બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.          


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application