ડાંગ જીલ્લાનાં સુબીર તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગિરીમાળ ગામે રહેતા નિલેશભાઈ રંગુભાઈના લાકડાના બનાવેલ ઘરમાં અચાનક અકસ્માતે આગ ફાટી નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને આગ જોતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
પરંતુ આગ ઓલવવાના કોઈ સાધનો ન હોય વિકરાળ આગમાં ગરીબ આદિવાસીનું ઘર ભસ્મીભૂત થઈ જતા ઘરવખરી અને અનાજ બાલી ગયું હતું. પરિવારના ભારણ પોષણ માટે મુશ્કેલી ઉભી થઈ છે. સુબીર તાલુકા મંડળ પ્રમુખ વિનેશ ભાઈ ગાવિત અને રાજેશ ભાઈ ગામીત દ્વારા સુબીર તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી યોગ્ય સહાય આપવા રજૂઆત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application