ડાંગનાં વઘઇ તાલુકાનાં મોટાબરડા ગામે ખેતરમાં બનાવેલ ઘરમાં અચાનક આગ લાગતા તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગની ઘટનામાં ઘરના આંગણામાં બાંધેલા બે પશુ આગની ચપેટમાં આવતા દાઝી ગયા હતા પણ માલીકે સમય ચુકતા વાપરી આ બંને પશુને છોડી દેતા સદનસીબે બંને પશુનો ચમત્કારિક બચાવ થયો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વઘઈના મોટાબરડા ગામે ખેતરમાં બનાવેલ એક કાચા મકાનમાં રાત્રીના 10 થી 12 વાગ્યેના સુમારે અચાનક લાગતા ઘરવખરી તેમજ મકાન બળીને ખાખ થઈ જતા ગાયકવાડ પરિવારજનોને ભર ચૌમાસે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં સમાવિષ્ટ મોટાબરડા ગામે ખેતરમાં ઘર બનાવીને રહેતા સતીષ જીવલુભાઇ ગાયકવાડના કાચા મકાનમાં બુધવારે રાત્રીના 10 થી 12ના ગાળામાં અચાનક કોઈ કારણોસર આગ ભભુકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી.
જ્યારે આગની જ્વાળા એટલી ભયંકર હતી કે, સતીષભાઇના મકાનમાં રાખેલા ઘરવખરી સહિત ખેતી કામનાને લગતી તમામ સાધન સામગ્રી તેમજ ઘર પણ સંપૂર્ણ બળીને ખાખ થયું હતું. જોકે, ગ્રામજનોને આ ઘટનાની જાણ થતા લોકો ટોળાં ઘટના સ્થળ પર પહોંચી આગ ઉપર કાબૂ મેળવયો હતો. જ્યારે આગની ઘટના બનાવને પગલે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જોકે ઘરની નજીક બાધેલા પાળા દાઝી ગયા હતા પણ સદનસીબે બંને પાળાનો ચમત્કારીક બચાવ થયો હતો. જોકે આગમાં ઘર સહિત ઘરવખરીનો સામાનને મોટુ નુકસાનના કારણે આદિવાસી ગાયકવાડ પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. આ બનાવ અંગેની જાણ વઘઈ મામલતદારને થતા અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી આગમાં કેટલો થયેલ નુકસાન થયેલ છે તેની જાણકારી મેળવીને સહાય માટેની કામગીરી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500