Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાપુતારા માર્ગ પર ડબલ અક્સમાત સર્જાયો

  • September 14, 2021 

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાના પેટ્રોલપંપ નજીક ઉભેલા આઈસર ટેમ્પો જોડે બાઈક ચાલક અથડાતા ઘટના સ્થળે બાઈક ચાલકનું મોત નીપજ્યુ હતું. જ્યારે બીજા બનાવમાં આહવા-વઘઇ માર્ગનાં નડગખાદી ગામ નજીકનાં વળાંકમાં આઈ-20 કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગતરોજ રાત્રિનાં 8 વાગ્યાનાં અરસામાં નાસિક તરફથી ટામેટાનો જથ્થો ભરી બારડોલી તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો નંબર જીજે/26/ટી5834 જે સાપુતારાનાં પેટ્રોલપંપ નજીક આવેલ રેસ્ટોરન્ટ પાસે ઉભો હતો. તે સમયે નિલેશભાઈ સોનુભાઈ ગાવિત (ઉ.વ. 27, રહે.ચીખલી ગામ,આહવા) એ પોતાની બાઈક નંબર જીજે/30/સી/5854 ને ટેમ્પોનાં પાછળનાં ભાગે ભટકાવતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બાઈક ચાલક નિલેશભાઈ ગાવિતનાં માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે સાપુતારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

 

જ્યારે બીજા બનાવમાં વઘઇ તરફથી આહવા તરફ જઈ રહેલ આઈ-20 કાર નંબર જીજે/21/એક્યુ/3758 જે આહવાથી વઘઇને સાંકળતા રાજ્ય ધોરી માર્ગનાં નડગખાદી ગામ નજીકનાં વળાંકમાં ચાલક દ્વારા સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં કારને જંગી નુકસાન થયું હતું. જ્યારે કારમાં સવાર ભાઈ-બહેનનો ચમત્કારિક બચાવ થયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application