ડાંગ જિલ્લાના આહવા તાલુકાના વેરીયસ કોલોનીમાં રહેતા અને એચ.ડી.એફ.સી. બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મિથુન ગુલાબભાઇ કોલસાવાડાએ 10મી મે ના રોજ બેંકના પટાવાળાને બપોરના સમયે પોતાની મોટરસાઇકલ લઈ ટીફીન લેવા મોકલ્યો હતો અને ટીફીન લાવ્યા બાદ હીરો હોન્ડા મોટરસાઈકલ નંબર જીજે/21/એકે/3૦૦5ને પટાવાડાએ બેંકની સામે લોક કરીને પાર્ક કરી હતી.
ત્યારબાદ બપોર ૩.૩૦ કલાકે બાઈકના માલીક મિથુન કોલસાવાડા ઓફિસનુ કામ પતાવીને ઘરે જવા નીકળ્યા હતા તે સમયે બેંકના કંપાઉન્ડમાં બાઈક પાર્ક કરેલી જગ્યાએ બાઈક લેવા ગયા હતા. પરંતુ ત્યાં બાઈક ન દેખાતા આસપાસમાં પણ તપાસ કરી છતાં બાઈક નહીં મળતા દિન-દહાળે બાઈકની ચોરી થઈ હોવાનું સમજતા બાઈકના માલીક મિથુનભાઈ કોલસાવાડાએ બાઈક ચોરી અંગેની આહવા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી જે ફરીયાદના આધારે આહવા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application