Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નંબર વગરની કાર માંથી દારૂની 510 બોટલો મળી, કાર ચાલક ફરાર

  • May 12, 2022 

ડાંગ જિલ્લાનાં સુબીર પોલીસની ટીમે બાતમીનાં આધારે એક્સયુવી કાર માંથી રૂપિયા 44,760/-નો દારૂનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. ડાંગ એસપી અને નાયબ પોલીસ અધિક્ષકનાં માર્ગદર્શન હેઠળ સરહદીય ચેકપોસ્ટ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તે દરમિયાન ડીવાયએસપીને એક એક્સયુવી-500 કારમાં દારૂનો જથ્થો ભરી મહાલથી બરડીપાડા તરફ જઈ રહ્યાની બાતમી મળી હતી.



જે બાતમીનાં આધારે સુબીર પોલીસની ટીમએ વોચ ગોઠવી હતી. તે દરમિયાન મહાલથી બરડીપાડા રોડ પર ચીખલા ફાટક પાસે સફેદ કલરની એક્સયુવી કાર નંબર GJ/05/JB/4626 ઉભી રહેલી દેખાઈ હતી. જ્યાં પોલીસની ટીમ પહોંચતા એક્સયુવી કારનો ચાલક કાળા કલરની નંબર પ્લેટ વગરની ગાડીમાં બેસી નાસી છૂટયો હતો.



જોકે, પોલીસે ગાડીમાં તપાસ હાથ ધરતા તેમાંથી ખાખી કલરનાં પૂંઠાનાં બોક્ષ મળ્યા હતા, જે બોક્ષ ખોલીને જોતા તેમાંથી ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાંડની દારૂની કુલ 510 નંગ બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 44,760/- મળી આવી હતી. આમ, પોલીસે દારૂ સહિત એક્સયુવી કારની કિંમત 2,50,000/- મળી કુલ રૂપિયા 2,94,760/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યારબાદ પોલીસે દારૂનો જથ્થો મૂકી નાસી છૂટેલ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application