ડાંગ જિલ્લાના વધઈ તાલુકાના ગોદલીયા ગામે રહેતો એક 11 વર્ષનો કિશોર અને કાલીબેલ ગામે રહેતા એક 12 વર્ષનો કિશોર જે બંને ગીરીમથક સાપુતારા ખાતે આવેલ સંદીપની વિધાલયમાં શાળા ચાલુ થતાં અભ્યાસ માટે ગયા હતા અને રાબેતા મુજબ અભ્યાસ શરૂ થઈ ગયો હતો. પરંતુ અચાનક ગતરોજ 11 વર્ષનો કિશોર ધોરણ-6માં અને 12 વર્ષનો કિશોર ધોરણ-7માં અભ્યાસ કરે છે જેઓને બંનેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ગિરીમથક સાપુતારામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો અને જિલ્લા તાત્કાલિક વહિવટી તંત્ર દ્વારા શાળામાં બીજા કોઈ વિધાથી ઓને કરોનાની વઘુ અસર ન માટે અસરદાર પગલાં ભરી આગળની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ આવેલા કરોના પગલે ગિરીમથક સાપુતારાની આમ જનતા સહિત શિક્ષણ આલમમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો.
ડાંગમાં 52 દીવસ બાદ કોરોનાના આ 2 વિધાર્થીના કેસ પોઝિટિવ આવતા ડાંગ જિલ્લાનો આંકડો 693 પર પહોંચ્યો હતો. ડાંગ જિલ્લામાં ધણાં લાંબા સમય બાદ 2 કોરોના પોઝિટિવ કેસ આવતા ડાંગ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ પણ દોડતા થઈ ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application