Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ : ઘાટ માર્ગમાં પેસેન્જર જીપ પલટી મારતા 10 મુસાફરોને ઇજા

  • March 29, 2021 

ડાંગ જીલ્લાના ગલકુંડથી આહવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર વિહીરઆંબા ઘાટમાર્ગમાં પેસેન્જર જીપ ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા જીપ માર્ગ સાઇડે પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો, અકસ્માતમાં 10 જેટલા પેસેન્જરોને ગંભીર ઈજા પહોંચતા આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હોળી નિમિતે હાટ બજાર માંથી ખરીદી કરી ઘરે જઈ રહેલ પેસેન્જર જીપ વિહીરઆંબા ગામ પાસેના ઘાટ માર્ગમાં અચાનક ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બેકાબુ બનેલ જીપ માર્ગ સાઈડની ભેખડ સાથે અથડાઈ માર્ગ ઉપર ફંગોળાઇ પલટી મારી જતા પેસેન્જરોની ચિચિયારીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

 

 

 

 

અકસ્માતની જાણ 108ને કરાતા પ્રાથમિક સારવાર બાદ ગંભીર ઇજાગ્રસ્તોને આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવ અંગે સાપુતારા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application