ડાંગ જીલ્લામાં જે દિવસે મુખ્ય મંત્રી આવ્યા હતા તે દિવસે ગોંડલવિહિર ગામે પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી રૂપિયા 1.14 લાખનો દારૂ મળી આવ્યો હતો જોકે કાર ચાલક ભાગવામાં સફળ રહ્યો હતો.
જીલ્લામાં મુખ્યમંત્રી આવ્યા હતા તેથી આહવા પોલીસે સભા સ્થળથી અડધો કીલોમીટર ગોંડલવિહિર ગામે વાહન ચેકિંગ હાથ ધરતા એક બ્રીઝા કાર નં.જીજે/01/એચવાય/8227 આવી હતી જ્યારે પોલીસ દ્વારા કારની ચેકિંગ કરાઈ રહી હતી તે સમય દરમિયાન કાર ચાલક સરદારસીંહ કેસરસીંહ રાઠોડ ભાગી ગયો હતો પરંતુ કારનો ક્લીનર ઈશ્વરસીંહ દેવીસીંહ રાઠોડને પોલીસે પકડી પાડી પોલીસ એ કારમાંથી બિયરના ટીન નંગ 792 જેની કીંમત રૂપિયા 1,14,740/- થાય છે તે મળી કાર સાથે મુદ્દામાલ ઝડપી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application