Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ : ઉમરા ખાડી પાસે દુધના ટેન્કરે મારી પલટી

  • January 03, 2021 

ડાંગ જીલ્લાના વઘઈથી નવસારી આલીપોર ડેરીમાં દૂધ ભરવા માટે આવી રહેલ ટેન્કર વઘઈની ઉમરા ખાડીમાં પલટી મારી ગયું હતું.

 

 

નવસારીની આલીપોર વસુધારા ડેરીમાં દૂધ ભરવા માટે વઘઈથી ટેન્કર નીકળ્યું હતું. જે દરમિયાન વઘઈની ઉમરા ખાડી પાસે ટેન્કર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા દૂધ ભરેલું ટેન્કર પલટીને ખાડીમાં પડ્યું હતું. ટેન્કર ખાડીમાં પડવાથી દૂધની નદીઓ વહેવા લાગી  હતી. આ અકસ્માતમાં ટેન્કર ચાલક અને ક્લીનરને ઈજાઓ પહોચતા આસપાસના લોકોએ તેમને હોસ્પીટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગેની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application