ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય ક્ષેત્રે પાયાની કામગીરી કરતા “આશા” અને “આશા ફેસીલીટેટર” ને યથોચિત સન્માન મળી રહે તેવા આશય સાથે ડાંગ જીલ્લાના આહવા તાલુકાનુ “આશા સંમેલન” આહવા ખાતેના ડાંગ દરબાર હોલ ખાતે યોજાયું.
આહવા તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ કમળાબેન રાઉત સહીત ઉપપ્રમુખ દેવરામભાઈ જાદવ, કારોબારી ચેરમેન વનિતાબેન પવાર, સદસ્ય સુરેશભાઈ ચૌધરી સહીતના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમા યોજાયેલા આ “આશા સંમેલન” દરમિયાન તાલુકાની કુલ 12 આશા, 3 આશા ફેસીલીટેટર, ઉપરાંત 3 જેટલી આશા/આશા ફેસીલીટેટર કે જેમણે “કોવિડ-19” મા શ્રેષ્ઠ કામગીરી કરી છે, તેમનુ મહાનુભાવોના હસ્તે જાહેર સન્માન અને અભિવાદન કરાયુ હતુ. આરોગ્યલક્ષી કૌશલ્યવર્ધન તાલીમ સહીત યોજાયેલા આ “સંમેલન”મા અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહ, જીલ્લા ક્ષય અધિકારી ડો.પૌલ વસાવા, તાલુકા આરોગ્ય અધિકારી ડો.દિલીપ શર્મા સહીત ડો.પ્રિયંકા પટેલ, ડો.ઈર્શાદ વાણી, તથા તાલુકા/જીલ્લાના આરોગ્ય કર્મચારી/અધિકારીઓએ તાલીમાર્થીઓને તાલીમબદ્ધ કર્યા હતા.
આ સંમેલનમા આહવા તાલુકાના સાપુતારા, ગલકુંડ, ગાઢવી, અને પિંપરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તકની “આશા” અને “આશા ફેસીલીટેટર” ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન “કોવિડ-19” દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર પિંપરીની “આશા ફેસીલીટેટર” ચંદ્રકલા પાટીલ, સાપુતારાની યશોદા ગાવિત, અને ગાઢવીની ભાવના દેશમુખને અનુક્રમે પ્રથમ, દ્વિતીય, અને તૃતીય પારિતોષિક એનાયત કરાયુ હતુ. કાર્યક્રમ દરમિયાન સાપુતારા, ગલકુંડ, ગાઢવી, અને પિંપરીની ત્રણ ત્રણ “આશા” ઓને પુરસ્કૃત કરવા સાથે પિંપરીની આશા ફેસીલીટેટર વર્ષા ભોયે, ગાઢવીની મંજુલા ઠાકરે, અને સાપુતારાની બસંતી ભોયેનું પણ યથોચિત સન્માન કરવામા આવ્યુ હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500