Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગની દીકરી દિલ્હી ખાતે 'કમલા પાવર વુમન એવોર્ડ' થી સન્માનિત

  • March 18, 2023 

ગોલ્ડન ગર્લ તરીકે દેશને એશિયન ગેમ્સમાં સ્વર્ણપદક અપાવનારી, ડાંગની દીકરી કુ.સરિતા ગાયકવાડ દિલ્હી ખાતે 'કમલા પાવર વુમન એવોર્ડ-૨૦૨૩' થી સન્માનિત થઈ છે. આઠમી એશિયન ગેમ્સમાં દેશને ૪/૪૦૦ મીટર ની વિઘ્નદોડમાં સ્વર્ણપદક અપાવનારી ડાંગની આ દોડવીરને, દેશની જુદા જુદા ક્ષેત્રની પાવરફુલ ૭૫ મહિલાઓ સાથે સન્માનિત કરવામાં આવી છે. વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષમાં દિલ્હી સ્થિત ડો.આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, ૧૫-જનપથ ખાતે આયોજિત આ સન્માન સમારોહમાં, દેશના પ્રતિષ્ઠિત નાગરિકો, સરકારના વરિષ્ઠ મંત્રીશ્રીઓ, અધિકારીશ્રીઓ સહિત જુદા જુદા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરી, દેશનું નામ રોશન કરનારી સન્નારીઓ ઉપસ્થિત રહી હતી. જેમની હાજરીમાં ડાંગની દીકરી કુ.સરિતા ગાયકવાડે આ સન્માન સ્વીકાર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application