ઓલપાડ તાલુકાના દાંડી ગામે L&T હજીરાના સી.એસ.આર ફંડમાંથી દાંડી ગામે પાંચ લાખ લિટરની ભૂગર્ભજળ ટાંકીનું વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભાંડુત ત્રણ રસ્તાથી પાંચ કિલોમીટર જે પાણી માટે પાઇપ લાઇનની જરૂર હતી તે માટે ૨.૫ કિ.મી પાઇપલાઇન સરકારશ્રી દ્વારા અને ૨.૫ કિમી લાંબી પાઇપલાઇન L&T હજીરા કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેથી ગામને બારેમાસ પાણી પ્રાપ્ત રહેશે અને તેથી પાણી અંગેનો પ્રશ્નનો ઉકેલ આવ્યો છે.
આ પ્રસંગે મંત્રી મુકેશભાઈએ જણાવ્યું હતુ કે, મોટા ઉદ્યોગોના આસપાસના ગામોની માળખાગત સુવિધાઓમાં વધારો થાય છે. જેનાથી રોજગારીના નિર્માણની સાથે ગ્રામજનોનું જીવનધોરણ ઊંચુ આવ્યું છે. વોટર સંપના નિર્માણથી ગામ લોકોની પાણીની સમસ્યાઓ ઉકેલાતા તેમનું જીવન સુખમય બનશે. વધુમાં મંત્રીએ આવનારા સમયમાં ખારા પાણીને મીઠું બનાવતો પ્લાન્ટ તેમજ અન્ય વિકાસના કાર્યો થકી કાંઠાના ગામોની સુવિધાઓ વિકસાવવા અંગેની જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application