Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આરોપી પાણી પીવાનું કહી કસ્ટડી માંથી બહાર આવી થયો ફરાર

  • May 20, 2022 

દાદર અને નગરહવેલીનાં ખાનવેલ પોલીસ સ્ટેશનમાં કેદ ચોરીનો આરોપી બુધવારની રાતે પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસે આરોપીને આખી રાત શોધખોળ હાથ ધરી હતી પરંતુ આરોપીનો કોઈ જ પતો લાગ્યો નથી. જયારે આરોપી પાણી પીવાનું કહેતા તેને કસ્ટડીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.



સુત્રો પાસેથી મળેલી બાતમીનાં આધારે, કૈલાશ લખમી દળવી (ઉ.વ.22, રહે.ઉદવા, દલવીપાડા) જેઓ થાણાની સેન્ટ્રલ જેલમા કેદ હતો જેને ચોરીના આરોપમા ગત તા.18મે ના રોજ ટ્રાન્સફર વોરંટ પર ખાનવેલ પોલીસ સ્ટેશનમા લાવવામા આવ્યો હતો.



જ્યાં આરોપી બુધવારે રાત્રે નવ વાગ્યે પાણી પીવાના બહાને કસ્ટડીની બહાર નીકળ્યો હતો અને પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. જોકે ફરાર આરોપીને શોધવા માટે નાકાબંધી કરવામા આવી હતી. પરંતુ આરોપી હજી સુધી પોલીસના હાથે ઝડપાયો નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application