વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ ખાતે એક યુવતીની ખેતરમાંથી દુષ્કર્મ કરી હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. જોકે આ કેસમાં દમણ પોલીસે બાતમીદારોની મદદ વડે બળાત્કાર અને હત્યાનાં કેસમાં સંડોવાયેલા 2 આરોપીઓની ધરપકડ કરી હતી. જયારે બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા બંને આરોપીઓએ દુષ્કર્મ અને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળેલ માહિતી અનુસાર, ડાભેલનાં ક્રિકેટ ગ્રાઉન્ડ સામે આવેલા એક ખેતરનાં માલિક કાંતિભાઈએ પોલીસને જાણકારી આપી કે, તેમના ખેતરમાં કોઈ યુવતીની લાશ પડી હોવાનું જોવા મળ્યું છે. જેથી બાતમી મળતા જ પોલીસની એક ટીમ સ્થળ પર જઈ જરૂરી તપાસ હાથ ધરી હતું સાથે વલસાડ એફ.એસ.એલ.ની ટીમની પણ મદદ લઈ તેમને બોલાવી તપાસ કરાવતા જાણવા મળ્યું કે, મૃતક યુવતી 19 વર્ષની હોય અને તેના પર પહેલા બળાત્કાર કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી છે જે ગુનાની ગંભીરતાને જોતા પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ IPCની કલમ 302, 376 મુજબ ગુનો દાખલ કરી અલગ અલગ પોલીસ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી.
જોકે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ કામ ડાભેલનાં ઘેલવાડ ફળિયામાં રહેતા બે શખ્સોએ યુવતી ઉપર દુષ્કર્મ અને હત્યા કરી હતી. જે પ્રમાણેની જાણકારી મળતાં જ પોલીસની એક ટીમ સ્થળ પર જઈ ડાભેલનાં ઘેલવાડ ફળિયાની ચાલમાં રહેતા નીતીશ અનુજ પાસવાન (ઉ.વ.28, મૂળ રહે.નાલંદા બિહાર) તથા બજેન્દ્ર લોટન રાયકબાર ઉર્ફે ઈન્દ્રપાલ (ઉ.વ.23, મૂળ રહે.લલિતપુર, ઉત્તરપ્રદેશ) નોઓની ધરપકડ કરી હતી.
ત્યારબાદ કડક પૂછપરછ કરતાં બન્નેએ પોતાનો ગુનો કબુલ કર્યો હતો. જ્યાં બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના તા.25 જુલાઈ સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. જોકે હાલ પોલીસે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી કરી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500