Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાની સુરક્ષાને લઈ એલર્ટ જારી કરાયું : પોલીસે દલાઈ લામા પર નજર રાખનાર ચીની મહિલાનો સ્કેચ જાહેર કર્યો

  • December 29, 2022 

બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાની સુરક્ષાને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુપ્ત સૂચનાઓ બાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ચીનની એક મહિલા જાસૂસથી તેમના જીવને જોખમ છે. પોલીસે ચીની મહિલાનો સ્કેચ જાહેર કર્યો છે અને તે મહિલાની શોધમાં સતત દરોડા પાડી રહી છે. બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામા હાલ બિહાર પ્રવાસ પર છે, જ્યાં તેઓ ગયામાં ધાર્મિક ઉપદેશ આપશે. તેમની મુલાકાતને ધ્યાનમાં રાખીને બિહારનાં ગયા જિલ્લામાં સ્થળની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગયાના SSP હરપ્રીત કૌરે જણાવ્યું હતું કે, સ્થાનિક પોલીસને એક ચીની મહિલાની શંકાસ્પદ ગતિવિધિઓ અંગે બાતમી મળી હતી જે ગયા અને રાજ્યના અન્ય ભાગોમાં છેલ્લા એક વર્ષથી રહે છે.



તેમણે કહ્યું કે, ગુપ્ત સૂચનાઓ બાદ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, તેમણે શંકાસ્પદ મહિલા ચીની જાસૂસ હોવાની શક્યતાને પણ નકારી નથી. SSPએ જણાવ્યું કે, મહિલા ગુમ છે અને તેના વિશે કોઈ માહિતી નથી મળી. જિલ્લા અધિકારીઓ દ્વારા શંકાસ્પદ ચીની જાસૂસનો સ્કેચ જાહેર કરવામાં આવ્યો છે અને બુધવારે સ્થાનિક રહેવાસીઓ તેમજ પોલીસ કર્મચારીઓને સોશિયલ મીડિયા પર તેના વિશે માહિતી આપવા વિનંતી કરવામાં આવી હતી.




વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ વખતે દલાઈ લામા માટે 4 લેયરની સુરક્ષા હશે. કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ 'કાલ ચક્ર પૂજા' કરવામાં આવી રહી છે. એટલા માટે આ વખતે ગયા પહોંચનારા વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે. ધાર્મિક કાર્યક્રમમાં આશરે 30,000 થી 40,000 વિદેશી પ્રવાસીઓ ભાગ લે તેવી અપેક્ષા છે. તા.29 ડિસેમ્બરથી શરૂ થયેલી 'કાલ ચક્ર પૂજા' એક મહિના સુધી ચાલશે. દલાઈ લામા તા.29 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી દરરોજ પ્રવચન આપવાના છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application