Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દાહોદ જિલ્લા ઇન્ચાર્જ શિક્ષણાધિકારી રૂા.1 લાખની લાંચની રકમ લેતાં પકડાયો

  • May 08, 2023 

દાહોદ જિલ્લા ઇન્ચાર્જ શિક્ષણાધિકારી મયુર પારેખ રૂા. 1 લાખની લાંચની રકમ લેતાં ગોધરા એ.સી.બી. પોલીસના હાથે રંગેહાથ ઝડપાઈ જતાં દાહોદ જિલ્લાના શિક્ષણ આલમમાં ચકચાર મચી જવા પામી હતી.



એક શિક્ષકના બદલી થવા અંગેના અરજી કાગળો કરવા માટે રૂા. 1 લાખની લાંચ લેતાં ઝડપાઈ ગયાં છે. અગાઉ પુર્વે દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી કાજલબેન દવે પણ રૂા. 10 હજારની લાંચની રકમ લેતાં એ.સી.બી. પોલીસના હાથે ઝડપાઈ ગયાં હતાં ત્યાર બાદ તેઓનો આ ચાર્જ પ્રાથમીક શિક્ષણાધિકારી એટલે કે, મયુર પારેખને જિલ્લા શિક્ષણાધિકારીનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.


દાહોદ જિલ્લાના એક શિક્ષકે તેઓએ આફ્વા પ્રાથમીક શાળામાં બદલી થવા અરજી કાગળો કર્યા હતા. શિક્ષકની આફ્વા પ્રાથમીક શાળા ખાતે બદલી હુકમ તા.29.10.2022ના રોજ આપ્યો હતો. જે કામે દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખ દ્વારા શિક્ષક પાસેથી પ્રથમ રૂા. 5 લાખની માંગણી કરી હતી. ત્યારે રૂા. 4 લાખ લેવા સંમત થયા હતા અને રૂા. 2 લાખ અગાઉ શિક્ષક પાસેથી લઈ લેવામાં આવ્યાં હતાં. શિક્ષણાધિકારી મયુર પારેખ શિક્ષક પાસેથી બાકીના લાંચના નાણાંની વારંવાર ઉઘરાણી કરતાં હતાં ત્યારે એસીબીએ ઝડપી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News