ગાંધીનગરનાં દહેગામના 41 લોકોએ દુબઈ ટૂર માટે ભરેલા રૂપિયા 17.60 લાખ લઈને ટૂર પર ન લઈ જનારી સુરતની મહિલા ટૂર ઓપરેટર સામે ગુનો નોંધાયો છે. ટુર માટે સુરતની શાહ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ મારફતે ટૂર પર જવા માટે પૈસા ભરનાર લોકોની ટૂર પણ થઈ ન હતી અને પૈસા પણ પરત મળ્યા ન મળતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
બનાવની વિગત એવી છે કે, દહેગામના કમલભાઈ પુરૂષોત્તમદાસ અમીને દહેગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી નોંધાવતા જણાવ્યું છે કે, કમલભાઈએ મિત્રો સાથે મળીને અમીન મિત્ર મંડળ નામનું મંડળ ચલાવે છે અને દર 2 વર્ષે તેમાં જમા થતી રકમમાંથી ટૂર ગોઠવવામાં આવે છે અને આ વર્ષે દુબઈ જવાનું નક્કી કર્યું હતું. જેમાં કમલભાઈએ ઓળખીતા સચિનભાઈ સોનીને વાત કરી હતી. સચિનભાઈએ સુરતની શાહ ટુર્સ એન્ડ્સ ટ્રાવેલ્સના લીનાબેન શાહ મારફતે ટુર ગોઠવવાની વાત કરી હતી.
જેમાં ગત તા.17 જુલાઈથી લઈને 28 ઓગસ્ટ વચ્ચે કમલભાઈએ કુલ 17.60 લાખ આપ્યા હતા. એક બે વખત ટુરની તારીખોમાં ફેરફાર બાદ ટુર થઈ થઈ શકી ન હતી. જોકે, લીનાબેન શાહે ટુર કરાવી આપવાની વિશ્વાસ અપાવ્યો હતો. જે બાદ ઘણા બધા ફોન કરવા છતાં લીનાબેનએ ફોન ઉપાડ્યો ન હતો. પૈસા લેવા છતાં ટુર ન કરી આપનાર અને પૈસા પણ પરત ન કરનાર મહિલા સામે આખરે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500