નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સના લાઇસન્સ અપાવવાના બહાને વેપારીઓ પાસેથી પૈસા પડાવતા ડીજી કોપસ લીગલ કન્સલ્ટન્સી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના બે ઠગ વ્યક્તિઓને ઠગ હોવાની વાત સામે આવતા પોલીસ ઇન્કવાયરી માં આ વ્યક્તિઓ સાચા છે અને અમદાવાદ આશ્રમ રોડ પર ની આ શાખા પાસે લાઇસન્સ માટે ની સત્તા હોવાનું ખુદ ડેડીયાપાડા પો.સ્ટે.ના પીએસઆઇ દેસાઈ એ ટેલિફોનિક વાત માં જણાવ્યું હોય ત્યારે સ્થાનિક વેપારીઓ અને અગ્રણીઓ ના જણાવ્યા મુજબ આ ભેજાબાજ ઠગ છે તો સાચું કોણ પોલીસ કે ભોગ બનનાર વેપારીઓ આ બાબત હાલ ભારે ચર્ચા માં છે.
ત્યારે આ બંને વ્યક્તિઓ વિરૂદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તેમની સામે સખત કાયૅવાહી કરવામાં આવે તો ગુજરાતમાં આવી ઠગ ટોળકીના રેકેટના કોભાંડનો પદૉફાસ થાય તેવું પણ સ્થાનિકોનું માનવું છે. પરંતુ આ બાબતે ડેડીયાપાડા પી.એસ.આઈ.ઈસાઈ આ બંને વ્યક્તિઓ જે શાખા માં કામ કરે છે તેના ડોક્યુમેન્ટ મેં ચકાસ્યા છે અને એ લીગલી હોવાનું જણાવતા હોય માટે આ ઠગ ઉપર કોના આશીર્વાદ છે અને પોલીસ કેમ બચાવ કરે છે..?તેવા પ્રશ્નો હાલ જિલ્લામાં ચર્ચા માં છે. (ભરત શાહ દ્વારા રાજપીપળા )
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application