નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિહ ની સુચના હેઠળ નર્મદા જીલ્લામાં વચગાળાના જામીન ઉપરથી તથા પેરોલ / ફર્લો ઉપરથી ફરાર આરોપીઓને પકડી પાડવા કામગીરી કરવાની સુચના આપી હતી.
જિલ્લાના ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના અપહરણ તેમજ બળાત્કારના ગુનામાં છેલ્લા નવ વર્ષથી જાત જામીન ઉપર( પેરોલ )પરથી ફરાર પ્રવિણ રણછોડ ભાઈ વસાવા રહે,ડાભવણ તા.ડેડીયાપાડા જી, નર્મદા નો મોબાઈલ નંબર મેળવી કોલ ડીટેઇલ એનાલીસીસ કરી આરોપીના સંભવીત આશ્રય સ્થાનોની માહીતી પેરોલ-ફર્લો શાખાને મળતા પેરોલ ફર્લો શાખાના પો.સ.ઈ ડી.એ.ક્રિશ્ચન તથા પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફ સાથે આરોપીને પકડવા તેના મોબાઈલ નંબર લોકેશન આધારે ગામ જુરા તા.ભુજ જી.કચ્છ ખાતે તપાસ કરતાં આરોપી જુરા તા.ભુજ જી.કચ્છ ખાતે પોતાની ઓળખ છુપાવવા સારૂ પોતાનું નામ બદલીને રહેતો હોય જે મળી આવતા તેને ઝડપી પાડી ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે સોપી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. (ભરત શાહ દ્વારા- રાજપીપળા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application