નર્મદા જિલ્લા ના ડેડીયાપાડાના ઘણા ગામડાંઓ એવા છે કે જેમાં આઝાદી બાદ પણ હજુ ગામમાંથી બહાર આવવા-જવા માટે પાકા રસ્તા કે પુલો બન્યા નથી જેના કારણે લોકો ખૂબજ મુશ્કેલીનો સામનો કરી 30 થી 40 કિલોમીટર નો ફેરો કરી તાલુકા મથકે,જિલ્લા મથકે કે અન્ય ગામોમાં જવા માટે મુશ્કેલી વેઠી રહ્યા છે.
આ બાબતે વારંવાર તંત્રને લેખિત ફરિયાદો કરવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી ન હાલતા આ વિસ્તારના લોકો મુશ્કેલીઓનો સામનો કરતા રહ્યા આખરે લાડવા ગામના સરપંચ દીવાનજી વસાવા એ પોતાના જેસીબી નું યોગદાન આપી તેમજ ગ્રામજનોએ જાત મહેનત કરી કરજણ નદી પર કોઝવે જેવું નાળું બનાવ્યુ અને ગામની તકલીફ માં રાહત મેળવી હતી. ત્યારે વિકાસની વાતો કરતી સરકાર માટે આ લપડાક સમાન બાબત કહી શકાય.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
ગામના સરપંચ દીવાનજી વસાવા ના કહેવા મુજબ ગામના તેમજ બહાર ગામના લોકો માટે આ નદી પાર કરી ચાલીને જવું કે 2 વ્હીલર પણ ઉતારી પાણી માંથી પસાર થવું પડતું હતું. લાડવાથી મોજરા ગામ વચ્ચે મોટી તરાવ નદી પર પાણીમા ઉતરવાનું ખુબજ મુશ્કેલ હતું તે સમસ્યા દુર કરવા માટે નદીની લંબાઈ આશરે 100 મીટર જેવા નાના પાઇપ ના નાળા બનાવી લોકો માટે નદી પર અવર જવર થાય તે કામ જે.સી. બી દ્વારા તેમજ ગ્રામજનોના સહકાર થી પાંચ દિવસ કરી ચાલી રહ્યું છે.આ કામચલાઉ રસ્તો છે પરંતું લાડવા,ફુલસર,કંજાલ,ટેકવાડા,ગઢફાટુક,દુથર,બેબાર, બુરી,પાચ- ઉમર જેવા ગામોનો કાયમ માટે સરકાર પાકો રસ્તો કે નાનો કોઝવે પુલ બનાવી આપે એવી રંજનો માંગ કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500