Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડેડીયાપાડા: ભરતી ની જાહેરાત આપી છેતરપિંડી કરનારા સામે પગલાં ભરવા મામલતદારને રજુઆત

  • November 30, 2020 

નમૅદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં 27 નવેમ્બરે ચેકમેટ સર્વિસેસ પ્રા.લિમિટેડ દ્વારા સિક્યુરિટી સુપરવાઇઝર, સિક્યુરિટી ગાર્ડસ ની ભરતીની જાહેરાત કરાઈ હતી જેમાં છેતર પીંડીનો ભોગ બનનાર તાલુકાના 60 જેટલા યુવાનો પૈકી દ્રુપદ વસાવાએ જણાવ્યું હતું કે આ જાહેરાતમાં દશૉવેલ સ્થળે અમે નોકરી મેળવવા પોહચ્યા હતા.

 

 

 

તો ત્યાં જાહેરાતમાં જણાવેલ ડેડીયાપાડાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ નિવલદા ખાતે ભરતીના સ્થળે કોઇ હાજર જોવા ન મળતાં યુવાનો સાથે ઠગ ભેજા બાજોએ છેતરપીંડી કરી હોવાનું માલુમ પડતા છેતરાયેલ યુવાનોએ મામલતદાર ડેડીયાપાડાને લેખિત રજૂઆત કરી આવી બોગસ ભરતીની જાહેરાત બહાર પાડી યુવાનો સાથે ઠગાઈ કરનાર ઠગો સામે સખત કાયૅવાહી કરી પગલાં લેવા માંગ કરવામાં આવી છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application