Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાત્રે મોબાઇલની બેટરીના અજવાળે જુગાર રમતા 5 જુગારીયાઓ ઝડપાયા

  • January 25, 2021 

ડેડીયાપાડા તાલુકાના ગોલવાણ ખાતેથી જુગાર રમતા પાંચ જુગરિયાઓને પોલીસે મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે એક નાસી જતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે.

 

 

પ્રાપ્ત માહિતી મુજબ દેડીયાપાડા પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં નીકળેલા હતા તે વખતે મળેલ બાતમીના આધારે ગોલવાણ ખાતે રેઇડ કરતા કેટલાક ઇસમો રાત્રીના અંધારામાં મોબાઇલની બેટરીના અજવાળામાં પૈસા વડે જુગાર રમતા હોય ચારેય બાજુથી કોર્ડન કરી રેઇડ કરી સ્થળ પરથી

 

 

 

ચંદ્રકાંતભાઇ નરપત ભાઇ વસાવા, ચુનીલાલ ધનજીભાઇ વસાવા,અક્ષયભાઇ માનસીંગભાઇ વસાવા, કાશીરામભાઇ ફતુભાઇ વસાવા, સેગજીભાઇ હીરાભાઇ વસાવા તમામ રહે.ગોલવાણ ફળીયા તા.દેડીયાપાડા જી.નર્મદા ને અંગ ઝડતીના રોકડા રૂપિયા ૫૦૦૦/- તથા દાવ ઉપરના રોકડા રૂપિયા ૨૫૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૧૦૦૦ /- મળી કુલ કિ.રૂ.૬૨૫૦/ - ના જુગારના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા તથા સ્થળ ઉપરથી નાસી જનાર કરણસીંગ પ્રતાપભાઇ વસાવા રહે.ગોલવાણ ફળીયા તા.દેડીયાપાડા ને વોન્ટેડ જાહેર કરી તમામ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે. (ભરત શાહ દ્વારા રાજપીપળા)

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application