Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડભોલીના કેશ્વી સ્વસહાય જૂથની બહેનો બની સ્વનિર્ભર : હસ્તકલા કારીગરીથી સ્વરોજગારને આપી નવી ઓળખ

  • August 23, 2023 

સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલાઓના સ્વાવલંબન અને સશક્તિકરણ માટે દીનદયાળ અંત્યોદય મિશન અને શહેરી આજીવિકા મિશન અંતર્ગત કતારગામ સિંગણપોર મલ્ટીપર્પઝ હોલ બહાર પાર્કિંગમાં રાખડીઓના પ્રદર્શન અને વેચાણ માટેના રાખી મેલા- ૨૦૨૩ શરૂ થયો છે, જેમાં ડભોલીના કેશ્વી સ્વસહાય જૂથની બહેનોએ સ્ટોલ ઉભો કરી મંડળ નિર્મિત ૩૦થી ૪૦ પ્રકારની રાખડીઓ, તહેવારોને લગતી ચીજવસ્તુઓ વેચાણ કરી રહી છે. આ બહેનોએ સ્વનિર્ભર બની હસ્તકલાકારીગરીથી સ્વરોજગારને નવી ઓળખ આપી છે.



ડભોલી ખાતે રહેતા કેશ્વી સ્વ સહાય જુથના કિંજલબેન પટેલ જણાવે છે કે, અમારા જુથમાં ૧૦ બહેનો કાર્યરત છે. સિઝન પ્રમાણે હોમમેડ વસ્તુઓ જેવી કે રાખડી, વાઘા, બેલ્ટ, કલાત્મક ચીજવસ્તુઓ બનાવી વેચાણ કરીએ છીએ. સ્ટોલ ફાળવણીથી સ્વરોજગારીના વિકાસમાં મદદ મળી છે. સુરત રેલવે સ્ટેશન પર ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ અને સુરત એરપોર્ટ ખાતે પણ અમને સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. જેમાં ૮૫ હજારનો નફો તેમજ સુરત એરપોર્ટ પર ૪૫ દિવસના સ્ટોલમાં રૂ.૨ લાખનો નફો થયો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાત સરકારની મિશન મંગલમ યોજનામાં મળતી લોનસહાય નાનકડા વ્યવસાયને આગળ વધારવામાં ખૂબ ઉપયોગી પૂરવાર થઈ છે. વર્ષ દરમિયાન વિવિધ સ્થળે યોજાતા એક્ઝિબિશનમાં ભાગ લઈને આર્થિક પગભર બન્યાં છીએ. જેમાં ઉત્પાદન અને વેચાણમાં વધારો થયો છે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના ખૂબ આભારી છીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application