ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ મુંબઇ, પટણા અને દિલ્હીમાંથી રૂપિયા 33 કરોડથી વધુનું સોનું જપ્ત કર્યુ છે તેમ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આ સોનું પાડોશી દેશોમાંથી દાણચોરી કરીને લાવવામાં આવ્યું હતું. જયારે ચોક્કસ ગુપ્ત માહિતીને આધારે જાણવા મળ્યું હતું કે, એક ગેંગ વિદેશ સોનું મિઝોરમમાં ઘુસાડવામાં કાર્યરત હતી. દાણચોરી કરાયેલા સોનાની ડિલિવરી માટે ડોમેસ્ટિક કુરિયર અને લોજિસ્ટિક કંપનીનો ઉપયોગ કરવામાં આવતો હતો.
DRIએ વિદેશી બનાવટનાં સોનાનાં કુલ 394 બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યા હતાં. જેનું કુલ વજન 65.46 કિલોગ્રામ હતું. જેનું બજાર મૂલ્ય રૂપિયા 33.40 કરોડ આંકવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, DRI દ્વારા હાલમાં ઓપરેશન ગોલ્ડ રશ ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ તે સમગ્ર દેશમાંથી દાણચોરી કરેલું સોનું જપ્ત કરી રહી છે.
મહારાષ્ટ્રનાં ભીવંડીમાંથી જપ્ત કરાયેલા કન્સાઇનમેન્ટમાંથી સોનાનાં 120 બિસ્કિટ મળી આવ્યા હતાં. જેનું કુલ વજન 19.93 કીલો અને તેનું બજાર મૂલ્ય રૂપિયા 10.18 કરોડ આંકવામાં આવ્યું હતું. બીજુ કન્સાઇનમેન્ટ બિહારમાં તપાસમાં આવ્યું હતું. જેમાંથી સોનાના કુલ 172 બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યા હતાં.
જેનું કુલ વજન 28.57 કીલો અને તેની બજાર કીંમત 14.50 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. ત્રીજુ કન્સાઇન્મેન્ટ દિલ્હીમાંથી પકડાયું હતું. જેમાંથી સોનાના કુલ 102 બિસ્કિટ જપ્તં કરવામાં આવ્યા હતાં. જેની કુલ 16.96 કીલો આંકવામાં આવ્યું હતું. જેની બજાર કીંમત 8.29 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500